ગુજરાતના તમામ જિલ્લાઓ અને તેના વિષે સંપુર્ણ માહિતિ ગુજરાતના જિલ્લા અને તેના પ્રવાશનના સ્થાન વિષે સંપૂર્ણ માહિતી પૂરું પડતું એક માત્ર પોર્ટલ Gujaratistudy.com પર તમને દરરોજ નવી જાહેરાત અને ગુજરાતના ફરવા લાયક સ્થળો વિષે માહિતી આપશે
(1) અમદાવાદ જિલ્લો
- અમદાવાદ : જિલ્લાનું મુખ્ય મથક છે. સાબરમતી નદીના કિનારે . ખાંટ રાજા આશાભીલનું ગામ આશાવલ (આશાવલ્લી). કર્ણદેવ સોલંકીએ અહીં મહત્ત્વનું નગર વિસ્તાર્યું, જે ‘કર્ણાવતી’ કહેવાયું. 14મી સદીમાં ગુજરાતમાં રાજપૂત સત્તાનો અંત આવ્યો. 26 ફેબ્રુઆરી, 1411ના રોજ સુલતાન અહમદશાહે અમદાવાદ શહેરની સ્થાપના કરી અને ભવ્ય ઇમારતોથી શહેરની શોભા વધારી. ભદ્રનો કિલ્લો, ગાયકવાડની હવેલી, ત્રણ દરવાજા, જામા મસ્જિદ, બાદશાહનો હજીરો, રાણીનો હજીરો, ઝકરિયા મસ્જિદ, કુતુબુદ્દીન શાહની મસ્જિદ, સારંગપુરની મસ્જિદ, રાણી રૂપમતીની મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ, સીદી સૈયદની જાળી, આઝમખાનનો રોજો, દરિયાખાનનો ઘુમ્મટ, અહમદશાહની મસ્જિદ વગેરે મુસ્લિમ સ્થાપત્યો જોવાલાયક છે. મહંમદ બેગડાએ નગર ફરતો કોટ બનાવી તેને બાર દરવાજા મૂક્યા. કુતુબુદ્દીને બંધાવેલા
તળાવ ‘હોજે કુતુબ'(કાંકરિયા તળાવ)ની ગણના ભારતન મોટા નગર તળાવોમાં થાય છે. શાહજહાંએ બંધાવેલી શાહીબાગ અને મહેલ વિખ્યાત છે. મુઘલ સામ્રાજ્ય દરમિયાન કાળુપુર ટંકશાળમાં સિક્કાઓ બનતા હતા. દિલ્લી દરવાજા બહારનું હઠીસિંગનું જિનાલય અને સરસપુરનું ચિંતામણીનું દેરું, ઝવેરીવાડનું પાર્શ્વનાથનું દેરાસર કલાનો અદ્ભુત નમૂનો છે. કામનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ, નગરદેવી મા ભદ્રકાળીનું મંદિર, સ્વામિનારાયણ સંપ્રદાયનાં મંદિરો, વૈષ્ણવોની હવેલી, અંબાજી, રણછોડજી, શ્રીકૃષ્ણ અને રામનાં અનેક મંદિરો છે.
નગરદેવતા જગન્નાથજીનું ભવ્ય મંદિર છે. અષાઢ સુદ બીજના દિવસે અહીંથી રથયાત્રા નીકળે છે. ઝૂલતા મિનારા, ચંડોળા તળાવ, ગીતા મંદિર, સરદાર પટેલ મ્યુઝિયમ, કાંકરિયા બાલવાટિકા અને પ્રાણી સંગ્રહાલય, પતંગ હૉટેલ, સાબરમતી આશ્રમ (ગાંધીઆશ્રમ), કોચરબ આશ્રમ, શાહ આલમનો રોજો, સુંદરવન, સાયન્સ સિટી આઇ-મૅક્સ થિયેટર, મલ્ટિપ્લેક્સ થિયેટરો, માલ વગેરે અમદાવાદનાં જોવાલાયક સ્થળો છે. આ ઉપરાંત દાદા હિરની વાવ, માનવમંદિર, સારંગપુરનું વૈષ્ણવ મંદિર, ભાવનિર્ઝરનું યોગેશ્વર મંદિર, ચિન્મય મિશન, ઇસ્કોન મંદિર, ગુરુદ્વારા, ભાગવત વિદ્યાપીઠ અને કૃષ્ણમંદિર જોવાલાયક છે. લા ગાર્ડન, તિલક્બાગ, સરદારબાગ, સૌરભ ગાર્ડન, પરિમલ ગાર્ડન, ભક્ત કવિ નરસિંહ મહેતા સરોવર (વસ્ત્રાપુર) વગેરે અમદાવાદનાં જાહેર ઉદ્યાનો છે. ધી સ્પેસ એપ્લિકેશન સેન્ટર, અટીરા, ધી ફિઝિકલ રિસર્ચ લબોરેટરી, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર, નશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન, કેલિકો કાપડ સંગ્રહાલય, શ્રેયસ લોકકલા સંગ્રહાલય, સંસ્કાર કેન્દ્ર, નિરમા યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી વગેરે કેન્દ્રો અમદાવાદને ગૌરવ બક્ષે છે. સાબરમતી નદી પર તૌરણ બાંધ્યા હોય તેવા દસ પુલો બંધાયા છે. સાબરમતી રિવર ફ્રન્ટ યોજના અમદાવાદ શહેરના સૌંદર્યમાં વધારો કરે છે. નર્મદા યોજનાને કારણે નદી બે કાંઠે છલકાય છે. એક જમાનામાં ‘ભારતનું માંચેસ્ટર’ ગણાતું આ ઐતિહાસિક શહેર પ્રગતિશીલ વેપાર, ધંધા અને કુનેહ માટે જાણીતું છે.
‘રાજપથ’ અને ‘કર્ણાવતી’ જેવી ક્લબો, મલ્ટિપ્લેક્સ થિયેટરો, શૉપિંગ મૉલ, બુકશોપ, રેસ્ટોરન્ટ વગેરે સુવિધાઓ વિકસી છે. અમદાવાદના આશ્રમ રોડ અને સી.જી. (ચીમનલાલ ગિરધરદાસ) રોડ પ્રસિદ્ધ અઘતન માર્ગો છે.
- સરખેજ ઃ અમદાવાદથી નજીક સરખેજ ગામમાં મેહમૂદ બેગડા અને તેના શાહજાદાઓની મઝાર છે. નજીકમાં મહમદ મેહમૂદની બેગમનો રોજો તેમજ સુલતાન અહમદશાહના ગુરુ અહમદશાહ ખટુગંજબક્ષનો રોજો તથા મસ્જિદ છે. અહીં મોટું તળાવ પણ છે.
૩. લાંભા ઃ બળિયાદેવનું ભવ્ય મંદિર છે.
- ધોળકા : મીનળદેવીએ બંધાવેલું મલાવ તળાવ અહીં છે. પાંડવોની શાળા, ભીમનું રસોડું, સિદ્ધનાથ મહાદેવ વગેરે પુરાણી જગાઓ છે. જામફળ અને દાડમની વાડીઓ માટે જાણીતું છે. 5. ગણેશપુરાઃ ભગવાન શ્રી ગણેશનું ભવ્ય મંદિર છે.
- માંડલ રાવલ કુટુંબના કુળદેવી ખંભલાય માતાજીનું ભવ્ય મંદિર છે. મંદિરમાં સુવર્ણમઢમાં માતાજીની મૂર્તિ બિરાજમાન છે. ગામના તળાવની મધ્યમાં પ્રાગટ્યસ્થાને વિશાળ મંદિર બાંધવામાં આવ્યું છે. અતિથિગૃહ અને ભોજનાલયના કારણે દર પૂનમે અનેક શ્રદ્ધાળુઓ અહીં આવે છે.
- વીરમગામ : મીનળદેવીએ બંધાવેલું મુનસર અને ગંગ વણઝારાએ બંધાવેલું ગંગાસર તળાવ અહીં આવેલાં છે.
- નળ સરોવર : 120.82 ચો કિમી વિસ્તારમાં ફેલાયેલા આ અભયારણ્યમાં શિયાળાની ઋતુમાં સ્થળાંતરીય પક્ષીઓ જેવાં કે બગલાઓ, પેલિકેન, ફ્લામિન્ગો, સારસકુંજ, રાજહંસ વગેરે પ્રવાસીઓને આકર્ષે છે.
- લોથલ : સિંધુ સંસ્કૃતિના સમયનું બંદર હતું. અહીંથી બારું, નગર, ભઠ્ઠી, ગટરવ્યવસ્થા, હાડપિંજરો, અલંકારો, સ્મશાન વગેરે મળ્યાં છે.
- વૌઠા:- સાત નદીઓનું સંગમસ્થાન છે. કાર્તિકી પૂર્ણિમાએ મોટો મેળો ભરાય છે.
(2) અમરેલી જિલ્લો
- અમરેલી જિલ્લાનું મુખ્ય મથક છે. ઈ.સ. પૂર્વે 3000ના પુરાતત્ત્વ અવશેષો અહીંથી મળ્યા છે. અહીં નાગનાથ મંદિર, શ્રીનાથજીની હવેલી, ગિરધરલાલ મહેતા સંગ્રહાલય જોવાલાયક છે. અહીં તેલની મિલો આવેલી છે.
- લાઠી : કવિ કલાપીની કર્મભૂમિ અને જન્મભૂમિ છે. ૩. સાવરકુંડલા : વજન માપવાના કાંટાઓની બનાવટ માટે
- પીપાવાવ : ગુજરાતનું સૌથી ઝડપથી વિકસતું બંદર છે.
(૩) અરવલ્લી જિલ્લો
- મોડાસા : જિલ્લાનું મુખ્ય મથક છે. રાજા બતડનું ‘મહુડાસુ’ એટલે આજનું મોડાસા. વિશાળ કૉલેજ સંકુલ, ઔષધિ ઉદ્યાન, રમતગમતનાં મેદાનો, ખુલ્લા રંગમંચો વગેરે આવેલાં છે.
- શામળાજી : શામળાજીને ડુંગરાઓ, અરણ્ય અને મેશ્વો નદીનું સૌંદર્ય સાપડ્યું છે. શામળાજીના વિશ્વવિખ્યાત મંદિરમાં શ્રીકૃષ્ણ –વાસુદેવની ગદા ધારણ કરેલી શ્યામસ્વરૂપની મૂર્તિ બિરાજમાન છે. આથી આ સ્થળ ‘ગદાધરપુરી’ તરીકે પણ ઓળખાય છે. મંદિરના બાંધકામમાં પ્રાચીન ચૌલુક્ય શૈલી જળવાયેલી છે. શિલ્પસૌંદર્યની દૃષ્ટિએ આ સ્થળ અસાધારણ અવલોકનીય છે. અહીં કાર્તિકી પૂર્ણિમાએ મેળો ભરાય છે, જે મુખ્યત્વે આદિવાસીઓનો મેળો છે.
૩. ભિલોડા : કીર્તિસ્તંભ સાથેનું દિગંબર જૈનોનું જૈન મંદિર મહત્ત્વનું યાત્રાધામ છે.
(4) આણંદ જિલ્લો
- આણંદ : જિલ્લાનું મુખ્ય મથક છે. ઈ. સ. 1946માં સરદાર પટેલના માર્ગદર્શન હેઠળ સ્થપાયેલ ‘અમુલ ડેરી’ એશિયાની મોટામાં મોટી ડેરી છે. નૅશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ’નું મુખ્ય મથક અહીં છે.
- વલ્લભવિદ્યાનગર ઃ અહીં સરદારની દૃષ્ટિ અને શ્રી ભાઈલાલ પટેલની વ્યવસ્થાશક્તિના સુભગ પરિણામરૂપે ઊભું થયેલું વિદ્યાધામ છે. અહીં અનેક કૉલેજો અને સંશોધનશાળાઓ છે.
- બોરસદ : બોરસદમાં મહાકાળેશ્વરનું શિવાલય, ફૂલમાતા, બહુચરાજી, તોરણમાતા તથા નારાયણ દેવનાં મંદિરો છે. 4. કરમસદ : સરદાર પટેલનું વતન. હૉસ્પિટલ અને મેડિકલ કૉલેજ છે.
- ખંભાત : આ પૌરાણિક ઐતિહાસિક નગર અગાઉ ‘સ્તંભતીર્થ’ તરીકે ઓળખાતું. અહીંની જુમ્મા મસ્જિદ ભવ્ય કોતરણીવાળી છે. ખંભાત અકીકના ઉદ્યોગ માટે જાણીતું છે. ખંભાતથી 5 કિમી દૂર કાકાની કબર વહોરાઓનું મોટું યાત્રાધામ છે.
- લુણેજ : ઈ. સ. 1958માં અહીંથી ખનીજ તેલ મળ્યું હતું. અહીં ગૅસનો મોટો ભંડાર છે. આ ગૅસ ધુવારણના તાપવિદ્યુતમથકને પૂરો પાડવામાં આવે છે.
- ધુવારણ : વિશાળકાય તાપવિદ્યુતમથકના કારણે પ્રસિદ્ધ છે.
(5) કચ્છ જિલ્લો
શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, છડો બારે માસ.
- ભુજઃ જિલ્લાનું મુખ્ય મથક છે. ભૂજિયા ડુંગરની તળેટીમાં વસેલું આ ઐતિહાસિક સ્થળ છે. જૂનું શહેર ભૂજિયા કિલ્લાથી સુરક્ષિત હતું. રામસંગ માલમે બાંધેલો આયના મહેલ, મહારાવ લખપતજીની સુંદર કોતરણીઓવાળી છત્રીઓ, ફતેહમામદ આરબનો હજીરો, મહારાવસિંહ મદનસિંહજી મ્યુઝિયમ, આનંદકુંજ, પ્રાગ મહેલ, કચ્છ મ્યુઝિયમ, શરદબાગ પૅલેસ, સ્વામિનારાયણ મંદિર, હાટકેશ્વર મંદિર, સૂર્યમંદિર, ભારતીય સંસ્કૃતિ દર્શન (લોકકલાનું મ્યુઝિયમ), મોહંમદ પન્ના મસ્જિદ, પ્રાગમલજીનો રાજમહેલ વગેરે અહીંનાં જોવાલાયક સ્થળો છે. દેસલસર અને હમીરસર તળાવ શહેરને સુંદરતા બક્ષે છે. ભુજ એના ચાંદીકામ અને સુતરાઉ કાપડના છાપકામની ક્લા માટે જાણીતું છે.
- નારાયણ સરોવર : ભારતનાં અડસઠ તીર્થોમાં નારાયણ સરોવરનો સમાવેશ થાય છે. સરોવરની આજુબાજુ આકર્ષક મંદિરો છે. નારાયણ સરોવરથી 2 કિમી દૂર દરિયાકિનારે કોટેશ્વરનું ભવ્ય શિવમંદિર છે. રાજ્ય સરકારે આ સ્થળને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવ્યું છે.
૩. મુંદ્રા ઃ વાડી-બગીચા અને તંદુરસ્ત આબોહવાને કારણે કચ્છના હરિયાળા પ્રદેશ તરીકે ઓળખાય છે. અહીં ખારેકનું પુષ્કળ ઉત્પાદન થાય છે. અહીં ખારેક સંશોધનકેન્દ્ર અને કુદરતી ઉપચારકેન્દ્ર આવેલા છે. અદાણી પૉર્ટ કંપનીએ મુંદ્રાનો આધુનિક બંદર તરીકે વિકાસ કર્યો છે,
- માંડવી : જૂનું બંદર છે. ક્ષયના રોગીઓ માટે અહીં ‘ટી.બી. સૅનેટોરિયમ’ છે. એશિયાનું સૌથી પહેલું ‘વિન્ડ ફાર્મ’ અહીં આવેલું છે. વિજય પૅલેસ અને ભદ્રેશ્વરનું મંદિર જોવાલાયક છે.
- ધોળાવીરા : અહીંથી હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળ્યા છે. આ સ્થળે 4500 વર્ષ પહેલાં એક વિશાળ અને ભવ્ય નગર હતું. અહીંથી વિશાળ ભવનો, ભંડારો, સભાખંડો, વાસણો, મુદ્રાઓ, તોલમાપનાં સાધનો, હોકાયંત્ર, અલંકારો વગેરે અવશેષો મળ્યાં છે.
- અંજાર ઃ છરી-ચપ્પા અને સૂડીના ઉદ્યોગ માટે આ શહેર જાણીતું છે. જળેશ્વરનું પ્રાચીન શિવાલય અને જેસલ-તોરલની સમાધિ વિખ્યાત છે.
- આશાપુરા માતાનો મઢ રાજકુટુંબના કુળદેવી કચ્છના આશાપુરા માતાનું પુરાતનકાળનું ભવ્ય મંદિર છે.
- ભદ્રેશ્વર : જૈનોનું તીર્થ ધામ છે. અહીં વિશિષ્ટ સ્થાપત્ય વાળાં દેરાસરો છે. શેઠ જગડુશાએ આ દેરાસરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. પાંડવકુંડ તરીકે ઓળખાતી આશાપુરા માતાનો મઢ આશરે 5000 વર્ષ પુરાણી વાવ છે. ચોખંડા મહાદેવમાં રાજા સિદ્ધરાજે કોતરાવેલો એક શિલાલેખ (ઈ. સ. 1139) છે. પ્રાચીન ભદ્રાવતી નગરીના અવશેષો અહીંથી મળ્યા છે.
૭. ધીણોધરનો ડુંગર : 388 મીટર ઊંચો આ ડુંગર દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત છે. 10. કોટાય ઃ અહીં કાઠીઓએ બંધાવેલું કોટયર્કનું સૂર્યમંદિર છે.
- કંડલા : ભારતનું આ અગત્યનું બંદર છે. ‘ફ્રી ટ્રેડ ઝોન’
(મુક્ત વ્યાપાર ક્ષેત્ર) તરીકે આ બંદરનો સારો વિકાસ થયો છે.
ગુજરાતનું સૌથી મોટું બંદર છે.
- રામપર વેકરા ઃ સ્વામિનારાયણ સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ છે. અહીં ગંગાજી અને જમનાજી નામના પવિત્ર કુંડ છે. રુક્માવતી નદીના કિનારે કારતક સુદ પૂનમના રોજ ગંગાજીનો મેળો ભરાય છે.
- જખૌ ઃ કચ્છનાં જૈન પંચતીર્થ(સુથરી, કોઠારા, જખો, નલિયા અને તેરા)માંનું એક પવિત્ર યાત્રાસ્થળ છે.
- સુથરી ઃ જેન પંચતીર્થમાંનું એક સ્થળ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતાની સ્મૃતિમાં બાંધવામાં આવેલ બળવંતસાગર બંધ માટે આ સ્થળ જાણીતું છે. તેઓનું વિમાન 19 સપ્ટેમ્બર, 1965ના રોજ પાકિસ્તાની આક્રમણ વખતે અહીં તૂટી પડ્યું હતું.
- કંથકોટ : ખડકાળ ટેકરીની ટોચ પર આશરે 5 કિમીના પરિઘમાં કિલ્લો આવેલો છે. અહીં ત્રણ મંદિરોના અવશેષો છે. 16. ગાંધીધામ : પાકિસ્તાનથી આવેલા નિર્વાસિતોને વસાવવા અહીં નગરવસાહત બનાવવામાં આવી છે. જેણે કચ્છ નથી જોયું એણે કંઈ પણ નથી જોયું.
(6) ખેડા જિલ્લો
- નડિયાદ : જિલ્લાનું મુખ્ય મથક છે. અહીંનું સંતરામ મહારાજનું સંતરામ મંદિર શ્રદ્ધા અને લોકસેવા માટે વિખ્યાત છે. શેઢી નદીના કિનારે ગુજરાતના સંત શ્રી મોટાનો આશ્રમ છે. ગોવર્ધનરામ ત્રિપાઠીનું નિવાસસ્થાન જોવાલાયક છે.
- વસો પ્રખ્યાત જૈન મંદિર છે. ગોપાળદાસની હવેલીની કાષ્ઠકલા ઉત્કૃષ્ટ છે.
૩. ડાકોર ડાકોરનું પુરાણું નામ ‘કપુર’ હતું. ગોમતીના કાંઠે ડંકેશ્વરનું મંદિર તથા આશ્રમ છે. દ્વારકામાં વસેલા શ્રીકૃષ્ણ, ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈ ઈ.સ. 1156માં દ્વારકાથી ડાકોર આવીને વસ્યા. એવી કથા પ્રચલિત છે. રણછોડજના મંદિરમાં ભગવાન શ્રી રણછોડરાયની કાળા પથ્થરમાંથી બનાવેલી દેદીપ્યમાન મૂર્તિ બિરાજમાન છે. ગોમતી તળાવ, ડંકનાથ મહાદેવ, લક્ષ્મીજીનું મંદિર, બોડાણા મંદિર, સત્યનારાયણનું મંદિર વગેરે દર્શનીય સ્થળો છે.
રણછોડજીનું મંદિર
- ગલતેશ્ર્વર : ડાકોરથી 16 કિમી દૂર મહીકાંઠે આવેલું સોલંકી
યુગનું આ શિવાલય દર્શનીય છે. અહીં મહી અને ગોમતી નદીનું સંગમતીર્થ છે. સહેલાણીઓનું આ પ્રવાસધામ છે. 5. લસુંદ્રા ગરમ પાણીના ઝરા આવેલા છે.
- કપડવંજ : અહીંની કુંકાવાવ, કાંઠાની વાવ, રાણીવાવ અને
સીગરવાવ જાણીતી છે. અહીંનાં તોરણો પ્રાચીન યુગની કીર્તિગાથા
ગાતાં ઊભાં છે.
- ઉત્કંઠેશ્વર : વાત્રક નદીને કિનારે ઉત્કંઠેશ્વર મહાદેવનું ભવ્ય
મંદિર છે. આ સ્થળ ‘ઊટિયા મહાદેવ તરીકે પ્રસિદ્ધ છે.
- ફાગવેલ: ભાથીજી મહારાજનું મંદિર છે. 9. મહેમદાવાદ : આ નગર મેહમુદ બેગડાએ વસાવેલું. અહીંનો ભમ્મરિયો કૂવો જોવાલાયક છે. મેહમૂદ બેગડાએ તેની બેગમની સ્મૃતિમાં વાત્રકને કાંઠે બંધાવેલ ચાંદો સૂરજ મહેલ અને કિલ્લાના અવશેષો જોવાલાયક છે.
10, વડતાલ :- સ્વામિનારાયણ સંપ્રદાયમાં વડતાલની ગાદીનું બહુ મળ્યું છે. મંદિરમાં આવેલી લક્ષ્મીનારાયણની ભવ્ય મૂર્તિની સ્થાપના ઈ. સ. 1924માં સહજાનંદ સ્વામીએ કરી હતી.
(7) ગાંધીનગર જિલ્લો
- ગાંધીનગર : મહાત્મા ગાંધીના નામ સાથે જોડાયેલુ ગાંધીનગર ગુજરાત રાજ્યનું નવું પાટનગર અને જિલ્લાનું મુખ્ય મથક છે. આ નગર સુંદર, રમ્ય અને હરિયાળું છે. આ નગરનું આયોજન ફ્રેન્ચ શિલ્પી લીકા બુર્શીયરે કર્યું હતું. આ સુંદર ઉદ્યાનનગરી ત્રીસ સેક્ટરો અને 57 ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલી છે. ગાંધીનગરની મધ્યમાં 75 હેક્ટર જમીન પર ભવ્ય સચિવાલય સંકુલ બાંધવામાં આવ્યું છે. વિધાનસભા ભવન, સચિવાલય, રાજભવન, મંત્રીઓનાં નિવાસસ્થાનો, ઉદ્યાનભવન, ઉજાણીગૃહ, સરિતા ઉદ્યાન, હરણી ઉદ્યાન, બાલ ઉદ્યાન વગેરે ગાંધીનગરનાં આકર્ષણ કેન્દ્રો છે. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા દ્વારા 23 એકર જમીન પર પથરાયેલા ‘અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણની રાવણન મૂતિ બિરાજમાન છે. અહીંથી નજીક પ્રાચીન ધોળેશ્વર મહાદેવનું મંદિર દર્શનીય સ્થાન છે.
- ઇન્દ્રોડા : ગાંધીનગર નજીક આવેલા ઇન્દ્રોડા પાર્કમાં હરણ ઉદ્યાન, મગર ઉદ્યાન, સર્પ ઉદ્યાન અને સાલા ઉદ્યાન આવેલાં છે. આ પાર્કમાં અનેક પક્ષીઓ આવતા હોવાથી પક્ષી નિરીક્ષણ માટે આ
સ્થળ ખૂબ અનુકૂળ છે.
૩. અડાલજ : અડાલજના વાઘેલા રાવ વીરસિંહની રાણી રૂડાબાઈએ અડાલજમાં વાવ બંધાવી હતી. અવશેષોમાં અડાલજની વાવ પુરાતત્ત્વના આભૂષણ સમાન છે. વાવ ભુગર્ભમાં પાંચ માળની છે અને પાંચમો માળ પાણીની સપાટી નીચે છે.
- મહુડી : સાબરમતી નદીના કિનારે આવેલું આ જૈનોનું પ્રસિદ્ધ તીર્થ છે. અહીંના પદ્માવતી માતાના મંદિરનો મહિમા મોટો છે. અહીં દેરાસરમાં ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ છે. અહીં સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે, જેને પટાંગણમાં જ આરોગી લેવો પડે છે. મહુડીથી થોડે દૂર ખડત ગામમાં કોટયર્ક સૂર્યમંદિરના અવશેષો છે. આ ખડાયતા વિષકોનું તીર્થ છે.
- કલોલ : જાણીતું ઉદ્યોગકેન્દ્ર અને તેલક્ષેત્ર છે. અહીં ઇન્ડિયન
ફર્ટિલાઇઝર કો. ઓ. લિમિટેડ (ઇફકો) નું મોટું સંકુલ છે.
(8) ગીરસોમનાથ જિલ્લો
- વેરાવળ : જિલ્લાનું મુખ્ય મથક અને મોટું બંદર છે. અહીં
મત્સ્યોદ્યોગનો સારો વિકાસ થયો છે.
- સાસણગીર : ગીરનાં જંગલોમાં આવેલું આ સ્થળ સિંહના અભયારણ્ય (ગીર નેશનલ પાર્ક) તરીકે વિશ્વભરમાં જાણીતું છે. ગુજરાત સરકારના પ્રવાસન ખાતા તરફથી અહીં સિંહદર્શનની વ્યવસ્થા છે.
સિંહદર્શનઃ સાસણગીર
૩. તુલસીશ્યામ ઃ ગીરના પ્રદેશની મધ્યમાં આવેલા આ સ્થળે ગરમ પાણીના સાત કુંડો અને શ્યામજી મહારાજનું મંદિર છે.
- અહમદપુર-માંડવી : અહમદપુર-માંડવી દરિયાકિનારે આવેલું અને નૈસર્ગિક સૌંદર્ય ધરાવતું નયનરમ્ય સ્થળ છે. અહીં નૌકાવિહાર અને વૉટર સાઇકલિંગ તરણ વગેરેની સગવડ છે. નજીકમાં દીવ ટાપુ છે.
- સોમનાથ : સોમનાથ શૈવ પંથનું અત્યંત પુરાતન, સમૃદ્ધ અને મહત્ત્વનું કેન્દ્ર છે. બાર જ્યોતિર્લિંગોમાં સોમનાથનું મંદિર પ્રથમ જ્યોતિર્લિંગ ગણાય છે. હિરણ નદી અને સમુદ્રનો સંગમ પવિત્ર ત્રિવેણીતીર્થ ગણાય છે. તેનાથી થોડે દૂર દેહોત્સર્ગ તીર્થ છે. અહીં શ્રીકૃષ્ણના દેહનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હોવાનું મનાય છે.
- ભાલકા તીર્થ : અહીં એક મોક્ષ પીપળો છે. આ પીપળાની નીચે શ્રીકૃષ્ણ આરામ કરવા બેઠા હતા ત્યારે એક પારધીએ તીર માર્યું હતું, જે શ્રીકૃષ્ણને પગમાં વાગ્યું અને તેમણે દેહત્યાગ કર્યો હતો એવી માન્યતા છે.
(9) છોટા ઉદયપુર જિલ્લો
- છોટા ઉદેપુર ઃ જિલ્લાનું મુખ્ય મથક છે. અહીંના આદિવાસી રાઠવા કોમનાં પિઠોરાનાં ચિત્રો પ્રખ્યાત છે.
- સંખેડા : લાકડાનાં કલાત્મક ફર્નિચર, રમકડાં અને લાખના કામ માટે પ્રખ્યાત છે.
(10) જામનગર જિલ્લો
- જામનગર જિલ્લાનું મુખ્ય મથક છે. “સૌરાષ્ટ્રનું પેરિસ’ ગણાતું જામનગર શહેર જામ રાવળે ઈ.સ. 1540માં વસાવ્યું હતું. શહેર વચ્ચેના રણમલ તળાવમાં આવેલો ‘લાખોટા મહેલ’ વીરતા અને પ્રેમનું પ્રતીક છે. અનેક મંદિરો અને સંસ્કૃત પાઠશાળાઓને કારણે જામનગર ‘છોટે કાશી’ તરીકે ઓળખાતું હતું. ઝંડુ ભટ્ટજીને સ્થાપેલી ઝંડુ ફાર્મસી અહીં છે. અહીંના સ્મશાન ‘માણેકબાઈ મુક્તિધામ”માં વિવિધ સંતો અને દેવોની પ્રતિમાઓ છે. અહીંની બાંધણી, કંકુ અને મેશ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. ખંભાળિયો દરવાજો, વિભા પૅલેસ અને પ્રતાપ વિલાસનાં શિલ્પ-સ્થાપત્યો સુંદર છે. અહીંની આયુર્વેદિક યુનિવર્સિટી અને સોલેરિયમ શહેરના આકર્ષણરૂપ છે. અહીંના બાલા હનુમાન મંદિરનું નામ 1 ઑગસ્ટ, 1964થી નિરંતર ચાલતી રામધૂનના કારણે ‘ગિનેસ બુક’માં નોંધાયેલું છે. અહીં ભારતના નૌકાસૈન્યનું તાલીમકેન્દ્ર ‘વાલસુરા’ છે. નજીકમાં બાલાકી ખાને સૈનિક શાળા આવેલી છે. કચ્છના અખાતમાં જોડિયાથી ઓખા સુધી પરવાળાના સુંદર રંગોના ખડકોવાળા ‘પીરોટન’ ટાપુઓ છે. આ ટાપુઓ અનેક પ્રકારનાં સાગરીય જીવોના સામુદ્રિક આપ સ્થળ હોવાથી આ વિસ્તાર ‘દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન’ તરીકે જાહેર કરાયો છે. પિત્તળની હાથકારીગરીની બનાવો માટે ભારતમાં જાણીતું છે.
- મોટી ખાવડી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝ લિમિટેડની વિશ્વની સૌથી મોટી ગ્રાસરૂટ ઓઇલ રિફાઇનરી છે.
(12) ડાંગ જિલ્લો
- આહવા : જિલ્લાનું મુખ્ય મથક છે. આદિવાસી વિદ્યાર્થીઓ માટે અહીં આશ્રમશાળા છે. ઇમારતી લાકડાના વેપારનું મોટામાં મોટું મથક છે.
- સાપુતારા : આયોજનપૂર્વક વિકાસ પામેલું, સહ્યાદ્રિ પર્વતમાળામાં આવેલું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે. ‘સાપુતારા’ શબ્દનો અર્થ ‘સાપનો નિવાસ’ થાય છે. ડાંગના આદિવાસીઓ હોળી તથા દિવાળીના તહેવારોમાં સર્પગંગા નદીના કિનારે ભેગા થઈ સાપની પૂજા કરે છે. હોળીના સમયે અહીં ‘ડાંગ દરબાર’ ભરાય છે. ‘ડાંગ દરબાર’ ડાંગી પ્રજાનો સૌથી મોટો લોકોત્સવ છે. સાપુતારાનાં જોવાલાયક સ્થળોમાં સનરાઇઝ પૉઇન્ટ, સનસેટ પૉઇન્ટ, ઇકો પૉઇન્ટ, બોટિંગ, દીપકલા ઉદ્યાન, ઋતંભરા વિશ્વ વિદ્યાલય, સાપુતારા સંગ્રહસ્થાન, વાઘબારી, મધમાખી ઉછેરકેન્દ્ર, ત્રિફળા વન વગેરે મુખ્ય છે. બારડીપાડાનું અભયારણ્ય અહીં છે. પૂર્ણિમા પકવાસાએ અહીં સુંદર વિદ્યાધામ વિકસાવ્યું છે.
- વઘઈ : ડાંગનું પ્રવેશદ્વાર ગણાતું વઘઈ એક અગત્યનું વેપારકેન્દ્ર છે. વઘઈ નજીકના ‘બૉટનિકલ ગાર્ડન’માં વનસ્પતિનું સંવર્ધન અને સંશોધન થાય છે.
(13) તાપી જિલ્લો
- વ્યારા ઃ જિલ્લાનું મુખ્ય મથક છે. વડોદરાના ગાયકવાડનો મહેલ આવેલો છે. પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીનું જન્મસ્થાન. 2. ઉકાઈ તાપી નદી પર બહુહેતુક યોજના ‘વલ્લભસાગર સરોવર’ છે. અહીંનું હાઇડલ પાવર સ્ટેશન અને મત્સ્યોદ્યોગકેન્દ્ર જોવાલાયક છે.
- સોનગઢઃ પિલાજીરાવ ગાયકવાડે બંધાવેલો કિલ્લો છે. કિલ્લા પર દરગાહ અને મહાકાળી મંદિર છે.
- વેડછી : અહીં ગુજરાતના સંનિષ્ઠ લોકસેવક અને સર્વાંગી શિક્ષક અવિચીન ઋષિસમા જુગતરામ દવેનો ‘વેડછી આશ્રમ’ આવેલો છે. અહીં નારાયણ મહાદેવ દેસાઈનું ‘સંપૂર્ણ ક્રાંતિ’ (જયપ્રકાશ નારાયણ પ્રેરિત) મહાવિદ્યાલય છે.
(14) દાહોદ જિલ્લો
- દાહોદ : જિલ્લાનું મુખ્ય મથક છે. આ શહેર વેપાર-ધંધાથી સમૃદ્ધ છે.
- દેવગઢબારિયા : આ જૂનું રજવાડી શહેર છે.
૩. કંજેટા લીમખેડા પાસેનું કંજેટા મધ, આંબળાં અને ચારોડી માટી માટે જાણીતું છે.
(15) દેવભૂમિ દ્વારકા જિલ્લો
- ખંભાળિયા : જિલ્લાનું મુખ્ય મથક છે. આરાધના ધામ, ઝાડેશ્વર ટેકરી, જોધપુર ગેટ, દરબારગઢ જોવાલાયક છે. ખંભાળિયા શુદ્ધ ઘી માટે પ્રખ્યાત છે. સમગ્ર દેશમાં અહીંથી ઘીની નિકાસ થાય છે.
- દ્વારકાઃ દ્વારકા હિન્દુઓનાં ચાર યાત્રાધામોમાંનું એક યાત્રાધામ અને મોક્ષદાયિની સાત નગરીઓમાંની
એક નગરી છે. ભગવાન શ્રીકૃષ્ણના પાટનગર દ્વારકા નગરમાં આશરે 2500 વર્ષ જૂનું દ્વારકાધીશનું મંદિર છે. 52 મીટર ઊંચું સાત માળનું આ વિશાળ મંદિર 60 સ્તંભો પર ઊભું છે. મંદિરના ગર્ભગૃહમાં દ્વારકાધીશની 1 મીટર ઊંચી ચતુર્ભુજ શ્યામમૂર્તિ છે. આદિ શંકરાચાર્યે સ્થાપેલો શારદાપીઠ આશ્રમ નજીકમાં જ આવેલો છે. આ ઉપરાંત અહીં અનેક મંદિરો અને ધર્મશાળાઓ છે.
૩. શંખોદ્વાર બેટ : બેટ દ્વારકા તરીકે ઓળખાતા આ સ્થળે દ્વારકાધીશ તથા તેમની પટરાણીઓના આઠ મહેલો આવેલા છે. અહીંના ગોપી તળાવની માટી ગોપીચંદન તરીકે ઓળખાય છે. શિવનાં બાર જ્યોતિર્લિંગોમાંનું એક નાગેશ્વરનું જ્યોતિર્લિંગ મંદિર અહીં દ્વારકાવનમાં આવેલું છે.
- મીઠાપુર ઃ ટાટાનું કેમિકલ અને મીઠાનું કારખાનું છે.
- ધુમલી : ભાણવડ પાસે આવેલું અત્યંત પ્રાચીન નગર અને મંદિરોના ખંડેરો એટલે ધુમલી. અહીંનું નવલખા મંદિર અગિયારમી-બારમી સદીમાં બંધાયેલું છે. મંદિરનું શિખર અને ગર્ભગૃહનો ઘણો ભાગ નષ્ટ થયો છે.
(16) નર્મદા જિલ્લો
- રાજપીપળા : જિલ્લાનું મુખ્ય મથક છે. રાજપીપળા દેશી રજવાડાની રાજધાનીનું શહેર હતું. અહીંનો એક હજાર બારીવાળો રાજમહેલ જોવાલાયક છે. આ સ્થળ તેની રમણીયતાને કારણે અનેક ગુજરાતી ફિલ્મોનું શૂટિંગ સ્થળ બન્યું છે. હરસિદ્ધિ માતાનું પ્રસિદ્ધ મંદિર છે. ઇમારતી લાકડાના વેપારનું મોટું કેન્દ્ર છે.
- સરદાર સરોવર (નવાગામ) : સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં સરદાર વલ્લભભાઈ પટેલનું 182 મીટર ઊંચાઈનું વિરાટ સ્મારક સ્ટેચ્યુ ઑફ યુનિટી’ આકર્ષણનું કેન્દ્ર છે. અહીંનું સંગ્રહાલય જોવાલાયક છે.
(17) નવસારી જિલ્લો
- નવસારી ઃ પૂર્ણા નદીના કિનારે વસેલું જિલ્લાનું મુખ્ય મથક છે. નવસૈયદ પીરની મઝાર હિન્દુ-મુસ્લિમોમાં પ્રસિદ્ધ છે. જમશેદજી તાતા અને દાદાભાઈ નવરોજીના જન્મસ્થળનાં મકાનો આજે પણ મોજૂદ છે.
- દાંડી: મહાત્મા ગાંધીની ઐતિહાસિક દાંડીકૂચ સાથે સંકળાયેલું આ સ્થળ દરિયાકિનારે આવેલું છે. 6 એપ્રિલ, 1930ના રોજ અહીં ચપટી મીઠું ઉપાડી ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. આ પ્રસંગની યાદમાં અહીં દાંડીસ્મારક બનાવવામાં આવ્યું છે.
- બીલીમોરા ઃ સોમનાથ મહાદેવનું મંદિર બહુ પ્રસિદ્ધ છે. વલસાડી સાગમાંથી રાચરચીલું બનાવવાનાં કારખાનાં અહીં વિકસ્યાં છે.
- ઉભરાટ : લીલી વનરાજી અને દરિયાકિનારાના સૌંદર્યથી મઢાયેલું એક વિહારધામ છે.
- મરોલી ઃ કસ્તૂરબા સેવાશ્રમને લીધે પ્રસિદ્ધ છે. અહીંની માનસિક રોગની હૉસ્પિટલ જાણીતી છે.
- વાંસદા ઃ જૂના રજવાડાનું સ્થળ છે. મહેલ અને દરબારગઢ જોવાલાયક છે. અહીં રાષ્ટ્રીય અભયારણ્ય છે.
- ગોધરાઃ જિલ્લાનું મુખ્ય મથક છે. વૈષ્ણવ સંપ્રદાયની ચાર બેઠકો અહીં આવેલી છે. શાંતિનાથનું પ્રખ્યાત દેરાસર છે.
- ચાંપાનેર (પાવાગઢ) : વનરાજ ચાવડાએ પોતાના સેનાપતિ ચાંપાની સ્મૃતિમાં પાવાગઢની તળેટીમાં આ નગર વસાવ્યું હતું. આ સ્થળે આવેલી ‘જામા મસ્જિદ’ ગુજરાતની સુંદર મસ્જિદો પૈકીની એક છે. આ ઉપરાંત કેવડા મસ્જિદ, નગીના મસ્જિદ અને ખજૂરી મસ્જિદ પણ જોવાલાયક ઇમારતો છે. પાવાગઢ પર્વતના ઉચ્ચતમ શિખર પર મહાકાલી માતાનું મંદિર છે. મંદિરની બાજુમાં ‘દૂધિયા’ અને ‘છાસિયા’ તળાવો છે. પાવાગઢ ડુંગરના મધ્ય ભાગે ‘માંચી’ નામની જગ્યા છે. માંચી પાસે તેલિયા તળાવ’ છે.
૩. ટુવાઃ જંગલો અને વનરાજી વચ્ચે ઘેરાયેલું ટુવા ગામ એના ગરમ પાણીના ઝરા માટે વિખ્યાત છે.
- હાલોલ ઃ આજુબાજુનાં ડુંગરો અને જંગલોની પ્રાકૃતિક સુંદરતાને કારણે અહીં ફિલ્મસ્ટુડિયો વિકસ્યો છે.
(19) પાટણ જિલ્લો
- પાટણ : જિલ્લાનું મુખ્ય મથક છે. વનરાજ ચાવડાએ વસાવેલા આ નગરનું મૂળ નામ અણહિલપુર પાટણ હતું. સિદ્ધરાજ જયસિંહે બંધાવેલા સહસ્રલિંગ તળાવની આજુબાજુ 1008 શિવલિંગ હતા. આ તળાવના અવશેષો એની ભવ્યતાનો પરિચય આપે છે. રાજા ભીમદેવ પહેલાની યાદમાં તેમની રાણી ઉદયમતીએ બંધાવેલી રાણીકી વાવ’ ‘વર્લ્ડ હેરિટેજ સાઇટ’માં સ્થાન પામી છે. અહીંનું માટીકામ તથા પટોળાં પ્રખ્યાત છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું વડું મથક છે. પાટણનાં જૈન મંદિરોમાં હેમચંદ્રસૂરિજીનાં પુસ્તકોનો સંગ્રહ છે.
- સિદ્ધપુર : રણમાં વહેતી કુંવારિકા સરસ્વતી નદીના કિનારે વસેલા સિદ્ધપુરમાં કારતક માસની પૂનમે મેળો ભરાય છે. ગુજરાતના રાજા મૂળરાજ સોલંકીએ ‘રુદ્રમહાલય’ની રચના કરાવી હતી અને સિદ્ધરાજ જયસિંહે તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. સિદ્ધપુરના બિંદુ સરોવરમાં માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે. પિલ મુનિનો આશ્રમ જોવાલાયક છે.
- શંખેશ્વર : આ સ્થળ મૂળ ‘શંખપુર’ તરીકે ઓળખાતું હતું. જૈનધર્મીઓ માટે પાલિતાણા પછી બીજા ક્રમનું મહત્ત્વનું સ્થળ છે. અહીં પાર્શ્વનાથજીનું જિનાલય આવેલું છે.
- મીરાં દાતાર : પુષ્પાવતી નદીના કિનારે ઉનાવા ગામ પાસે આવેલું મીરાંદાતારનું સ્થાન મુસ્લિમોનું શ્રદ્ધાનું સ્થાન છે. અન્ય ધર્મના શ્રદ્ધાળુઓ પણ અહીં આવે છે.
(20) પોરબંદર જિલ્લો
- પોરબંદર ઃ જિલ્લાનું મુખ્ય મથક છે. ગાંધીજીની જન્મભૂમિ છે. કીર્તિ મંદિર (ગાંધીજીનું જન્મસ્થળ), ભારત મંદિર, ગાંધી સ્મૃતિ, આર્યકન્યા ગુરુકુળ, પ્લેનેટોરિયમ વગેરે અહીંનાં દર્શનીય સ્થાનો છે. આ નગર સુદામાના નામ પરથી ‘સુદામાપુરી’ તરીકે પણ ઓળખાય છે. અહીંનું સુદામા મંદિર જોવાલાયક છે.
- મિયાણી : અહીંનું હર્ષદ માતાનું મંદિર યાત્રાનું સ્થળ છે. આ સ્થળ રાજા ભોજ અને શેઠ જગડુશાની કથા સાથે જોડાયેલું છે. 3. માધવપુર : માધવરાયનું પ્રખ્યાત મંદિર છે. અહીં શ્રીકૃષ્ણે રૂક્ષમણી સાથે લગ્ન કર્યા હતા તેવી લોકવાયકા છે.
(21) બનાસકાંઠા જિલ્લો
- પાલનપુરઃ જિલ્લાનું મુખ્ય મથક છે. તેનું મૂળ નામ પ્રહ્લાદનપુર હતું અને તે આબુના પ્રહ્લાદનદેવે વસાવેલું. અત્તર ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ માટે જાણીતું છે. 2. બાલારામ : બાલારામ સુંદર વિહારધામ છે. વૃક્ષોના મૂળમાંથી
પ્રગટતાં ઝરણાં, વહેતી નદી અને વૃક્ષોનું શાંત-શીતળ મનોરમ્ય પ્રકૃતિ
સૌંદર્ય અહીંના આકર્ષણરૂપ છે. અહીં કોટેશ્વર મહાદેવનું મંદિર છે. અહીં ચંદનનાં વૃક્ષોનાં જંગલ છે.
- અંબાજી : અરવલ્લી પર્વતમાળાના આરાસુર ડુંગર પર માતાજીનું મહિમાવંત સ્થાનક એટલે અંબાજી. ભારતની 51 શક્તિપીઠોમાં અંબાજીની ગણના થાય છે. અંબાજીના પ્રાચીન મંદિરના સ્થળે અતિ ભવ્ય દેવાલયનું નિર્માણ થયું છે. અંબાજી એટલે ગુજરાતની બધી જ કોમના માતાભક્તોનું મુખ્ય શ્રદ્ધાકેન્દ્ર. અંબાજીની નજીકની ટેકરી ગબ્બર પર માતાજીનું મૂળ સ્થાનક છે. આરસપહાણ અને તાંબાની ખાણ છે.
- કુંભારિયાઃ અંબાજીથી 2 કિમી દૂર આરસની અદ્ભુત સુંદર કોતરણીવાળાં સોલંકી કાળનાં પાંચ જૈન મંદિરો આવેલાં છે. કુંભારિયાથી થોડે દૂર કોટેશ્વરમાં સરસ્વતી નદીનું મૂળ છે. 5. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનું કેન્દ્ર છે.
- દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનું કેન્દ્ર છે.
- બોટાદ જિલ્લાનું મુખ્ય મથક છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચં મેઘાણીની કર્મભૂમિ છે.
(2) બૉયદ જિલ્લો
- સાળંગપુર હનુમાનજીનું મોટું અને પ્રખ્યાત મંદિર છે. અહીંનું સ્વામિનારાયણનું મંદિર ભવ્ય અને જોવાલાયક છે.
૩. ભીમનાથ : નીલકા નદીના કાંઠે મહાદેવનું મોટું અને પ્રખ્યાત દેવાલય છે.
- ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્ત્વનું તીર્થસ્થળ છે. ભગવાન સ્વામિનારાયણની મૂળ જગ્યા અને અક્ષર પુરુષોત્તમ સંસ્થાએ બનાવેલું ભવ્ય મંદિર છે.
(23) ભરૂચ જિલ્લો
- પાંચઃ નર્મદા નદીના કિનારે ભૃગુ ઋષિએ વસાવેલું ‘ભૃગુતીર્થ’. કાળક્રમે અપભ્રંશ થઈને ભરૂચ થયું. જિલ્લાનું મુખ્ય મથક છે. પ્રાચીન સમથમાં ભરૂચે ગુજરાતનું સમૃદ્ધ બંદર હતું. અહીં આવેલી વિષ્ણુરિયા ક્લૉક ટાવર’ ભાચની શોભા વધારે છે. પ્રખ્યાત નદીના બંને કિનારાને જોડે છે.
- ભાડભૂતઃ અહીં દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે.
૩. શુક્લતીર્થઃ ભરૂચથી 16 કિમી દૂર આવેલા આ સ્થળનું પ્રાકૃતિક સૌંદર્ય માણવા જેવું છે. અહીં દર કાર્તિકી પૂર્ણિમાએ મેળો ભરાય છે.
- કબીરવડ : તીવ નજીક, નર્મદ નદીના પટની મધ્યમાં બીરવડ આવેલો છે. એવી માન્યતા છે કે કબીરજીએ પૈકી દીધેલા વડના દાતણમાંથી આ વિશાળ વડ થયો છે. તે આશરે 600 વર્ષ નો છે.
- અંકલેશ્વર : અંક્લેશ્વર કુદરતી ગૅસ અને તેલના ભંડારને કારણે
વિશ્વવિખ્યાત છે. રાસાયણિક બનાવટોના વિવિધ ઉદ્યોગો ખીલ્યા છે. 6. ગંધાર ઃ અહીંથી તેલ અને કુદરતી ગેસના ભંડાર મળ્યા છે.
7. દહેજ : ભારતનું એકમાત્ર લિક્વિડ કેમિકલ માટેનું બંદર અહીં આવેલું છે.
- અલિયાબેટ ભારતનું પ્રથમ સાગરીય ખનીજ તેલ (ઈ.સ. 1970)નું ક્ષેત્ર અહીં આવેલું છે.
(24) ભાવનગર જિલ્લો
- ભાવનગર જિલ્લાનું મુખ્ય મથક છે. ભાવનગરની સ્થાપના ઈ. સ. 1723માં મહારાજ ભાવસિંહજી પહેલાએ કરી હતી. ગાંધી સ્મૃતિ, સરદાર સ્મૃતિ, ગૌરીશંકર તળાવ, બાર્ટન મ્યુઝિયમ, બંદર પરનો લૉગેઇટ, દરબારગઢ, તખતેશ્વરનું મંદિર, રૂવાપીનું મંદિર વગેરે મુખ્ય જોવાલાયક સ્થળો છે.
- પાલિતાણા : પાલિતાણા પાર્મની 498 મીટર ઊંચી ક્ષેત્રપ પર્વતમાળામાં જૈનોનાં 863 પ્રસિદ્ધ મંદિરો આવેલા છે. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવજીનું આ સ્થાનક મનાય છે. આધુનિક યુગમાં બંધાયેલું “સમવસરણ મંદિર ગિરિરાજની તળેટીમાં આવેલું છે. આ શહેર ‘મંદિરોના શહેર” તરીકે વિખ્યાત છે.
૩. વલભીપુર : મૈત્રકોના સમયમાં આ સમૃદ્ધ ને જાહેજલાલીવાળું નગર હતું. વલભીપુર વિદ્યાપીઠ જગમશહૂર હતી. અહીંના સંગ્રહાલયમાં સિક્કાઓ અને તામ્રપત્રો સચવાયેલાં છે.
- ઘોઘા પુરાણુ બંદર છે. નવખંડા પાર્શ્વનાથજીનું મંદિર છે. 5. ખોડિયાર ખોડિયાર માતાનું પ્રસિદ્ધ મંદિર અને તાંતણિયો ધરો છે.
- વેળાવદર કાળિયાર માટેનો દુનિયાનો સૌથી મોટો ય પાર્ક અહીં છે.
- ગોપનાથ ઃ દરિયાકિનારે ગોપનાથનું ભવ્ય શિવમંદિર આવેલું છે. ભાદરવા માસની અમાસે અહીં મેળો ભરાય છે.
- તલગાજરડા : ગુજરાતના લોકપ્રિય સંત મોરારીબાપુનું જન્મસ્થળ છે.
- મહુવા ઃ ફળ-ફળાદિના બગીચા માટે જાણીતું છે. અહીં લાકડાનાં રમકડાંનો ઉદ્યોગ વિકસ્યો છે.
- તળાજા : નરસિંહ મહેતાનું જન્મસ્થળ છે. અહીં જૈન મંદિરો અને બૌદ્ધ ગુફાઓ છે.
- શિહોર ઃ આ શહેર તાંબા-પિત્તળનાં વાસણોનાં ગૃહઉદ્યોગ માટે જાણીતું છે. ગોમતેશ્વરનું મંદિર અને બ્રહ્મકુંડ જાણીતાં છે. 12. હાથબ ઃ રમણીય દરિયાકિનારો છે. દરિયાકિનારે કાચબા ઉછેર કેન્દ્ર છે.
- અલંગઃ ગુજરાતનું બંદર છે. એશિયાનું સૌથી મોટું શીપ બ્રેકિંગ યાર્ડ (બિનઉપયોગી જહાજ ભાંગવાનો ઉદ્યોગ) અહીં આવેલું છે.
- બગદાણા : સંતશ્રી બજરંગદાસ બાપાનો આશ્રમ છે. બગડ નદીના કિનારે બગડેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર છે.
(25) મહીસાગર જિલ્લો
- લુણાવાડા જિલ્લાનું મુખ્ય મથક છે. આ શહેરનું નામ ‘લુણેશ્વર’ મહાદેવના મંદિર પરથી પડ્યું છે. પાંડવો વનવાસ દરમિયાન અહીંના મંદિરમાં રહ્યા હતા તેવી લોકમાન્યતા છે. આ ઉપરાંત ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ, જવાહર ગાર્ડન, કાલકા માતાની ટેકરી, ત્રિવેણી સંગમ જોવાલાયક સ્થળો છે.
- રૈયાલી : બાલાસિનોરથી 10 કિમીના અંતરે આવેલા આ સ્થળેથી પ્રાગ ઐતિહાસિક સમયનાં મહાકાય પ્રાણીઓનાં અસ્થિ-અશ્મકો મળી આવ્યાં હતાં. સમગ્ર વિશ્વમાં ડાયનાસોરનાં ઈંડાં પહેલી વાર આ જગ્યાએથી મળ્યાં હતાં.
૩. વીરપુર : જૂનું સોલંકી સમયનું સંસ્થાન હતું. અહીં શ્રી ગોકુળનાથજીનાં પગલાં અને પવિત્ર દરગાહે શરીફ છે. 4. બાલાસિનોર : બાબરી વંશના રાજાઓનું રજવાડું હતું. નવાબનો ગાર્ડન પૅલેસ જોવાલાયક છે.
- બાલાસિનોર ઃ બાબરી વંશના રાજાઓનું રજવાડું હતું. નવાબનો ગાર્ડન પૅલેસ જોવાલાયક છે.
(26) મહેસાણા જિલ્લો
- મહેસાણા : જિલ્લાનું મુખ્ય મથક છે. અહીંની “દૂધસાગર ડેરી અને સીમંધર જૈન દેરાસર’ પ્રખ્યાત છે. મહેસાણાની ભેંસો વખણાય છે. પશુદાણ માટે જાણીતું છે.
- તારંગા: બૌદ્ધધર્મીઓની દેવી તારાના નામ પરથી ઓળખાતા તારંગા ડુંગર પર કુમારપાળના સમયમાં બંધાયેલ અજિતનાથનું જૈન મંદિર આવેલું છે. આ ઉપરાંત તારણ માતાનું મંદિર અને હનુમાનજીનું મંદિર છે.
૩. મોઢેરા : પુષ્પાવતી નદીના કિનારે આવેલા પ્રાચીન સૂર્યમંદિર માટે મોઢેરા જાણીતું છે. રાજા ભીમદેવના સમયમાં બંધાયેલું આ મંદિર મધ્ય યુગની શિલ્પકલાનો ઉત્તમ નમૂનો છે. મોઢેરાનું સૂર્યમંદિર સભાગૃહ તથા ગર્ભગૃહની કોતરણીથી શોભાયમાન છે. મંદિરની સામે રામકુંડની ચારે બાજુ પગથિયાં છે. મોઢ જ્ઞાતિની કુળદેવી મોઢેશ્વરી માતાનું મંદિર પણ પ્રખ્યાત છે.
- વડનગરઃ વડનગરા નાગરોનું આ મૂળ વતન છે. અહીં નાગરોના કુળદેવતા હાટકેશ્વર મહાદેવનું પ્રાચીન વિશાળ મંદિર છે. અહીં રાજ્ય સરકાર તરફથી તાના-રીરીની સમાધિ પાસે પ્રતિવર્ષ શાસ્ત્રીય સંગીતના ખ્યાતનામ કલાકારોનો મેળો ભરાય છે. વડનગરના અર્જુનબારી દરવાજામાં આવેલા શિલાલેખમાં વડનગરની ભવ્યતાનું વર્ણન છે. વડનગરની મધ્યમાં ‘શર્મિષ્ઠા તળાવ’ અને ‘શામળશાની ચોરી’ નામે ઓળખાતાં બે તોરણો છે. 14 મીટર ઊંચો કીર્તિસ્તંભ તેમજ શહેરને ફરતો કોટ તથા દરવાજાના ખંડેરો વડનગરના ભવ્ય ભૂતકાળનો અણસાર આપે છે.
- શંકુઝ વૉટર પાર્ક:મહેસાણાથી 10 કિમી દૂર અમીપુરા ગામ પાસે 75 એકર વિસ્તારમાં અનેક રાઇડ્સ ધરાવતો આ વોટર પાર્ક આવેલો છે.
- ઊંઝા ઃ અહીં કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાનું
ભવ્ય મંદિર છે. જરું, વરિયાળી અને ઇસબગુલનું વિશ્વનું સૌથી મોટું બજાર છે. 7. વિસનગર ઃ આ નગર વિશળદેવ વાધેલાએ વસાવેલું છે. અહીં
તાંબા-પિત્તળનાં વાસણોનો ઉદ્યોગ વિક્સ્પો છે. વિસનગરા નાગરોનું
આ મૂળ વતન છે.
- બહુચરાજી અહીંનું બહુચરાજી માતાનું મંદિર ગુજરાતનું પ્રાચીન દેવીતીર્થ શક્તિપીઠ છે. 15 મીટર લાંબા અને 11 મીટર પહોળા પથ્થરના આ મંદિરમાં સુંદર કોતરણી છે. અહીં કિન્નરોની ગાદી છે.
૭. ઐઠોર ઃ ગણપતિનું સુપ્રસિદ્ધ મંદિર છે. 10. આસજોલ અહીં આવેલું ગુના માતાનું મંદિર ભારતનું
એકમાત્ર મંદિર હોવાનું કહેવાય છે. રહે છે. 11. વિજાપુર ઃ અહીંનું ભવ્ય જૈન દેરાસર યાત્રાળુઓથી ધમધમતું
- કરી મધ્યમાં આવેલો કિલ્લો, રંગમહેલ, મેલડી માતાનું
મંદિર થવતેશ્વર મહાદેવ વગેરે જોવાલાયક છે.
(27) મોરબી જિલ્લો
- મોરબી ઃ જિલ્લાનું મુખ્ય મથક છે. આ શહેર મચ્છુ નદીના કિનારે વસેલું છે. અહીંના મણિમંદિર, દરબારગઢ, વેલિંગ્ટન સેક્રેટરી એટ, ઝૂલતો પુલ વગેરે સ્થાપત્ય અને શિલ્પકલાનો ઉત્કૃષ્ટ નમૂના છે. અહીં ચિનાઈ માટીનાં વાસણો, ટાઇલ્સ, સનેટરીવેર તથા શિયાળ બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો છે.
- વાંકાનેર : મચ્છુ નદીના કિનારે, ગ્રીસ–રોમન પદ્ધતિનાં શિલ્પ અને સ્થાપત્ય પ્રમાણે બનાવેલો રાજમહેલ ‘અમર પેલેસ’ જોવાલાયક છે. પોટરી ઉદ્યોગ માટે જાણીતું છે.
૩. ટંકારા ઃ સ્વામી દયાનંદની જન્મભૂમિ છે.
(28) રાજકોટ જિલ્લો
- રાજકોટ : જિલ્લાનું મુખ્ય મથક છે. રાજકોટની સ્થાપના વિભોજી જાડેજા નામના સરદારે કરી હતી. મહાત્મા ગાંધીનું બાળપણ અને પ્રાથમિક શિક્ષણ અહીં થયું હતું. તેમનું નિવાસસ્થાન ‘કબા ગાંધીના ડેલા’ તરીકે ઓળખાય છે. આ શહેર ડીઝલ એન્જિનો, વિદ્યુતમોટર, વૉટર પંપ અને મશીનરીના છૂટા ભાગો બનાવવાના ઉદ્યોગો માટે જાણીતું છે. મહાત્મા ગાંધી હાઈસ્કૂલ (આલ્ફ્રેડ હાઈસ્કૂલ), વૉટ્સન સંગ્રહાલય, રામકૃષ્ણ પરમહંસનું મંદિર, રેસકૉર્સ, રાજકુમાર કૉલેજ, લાલપરી સરોવર, આજીડેમ વગેરે જોવાલાયક સ્થળો છે.
- વીરપુર ઃ સંત જલારામ તથા તેમનાં પત્ની વીરબાઈ માતાના સ્થાનકને કારણે આ સ્થળ પ્રસિદ્ધ છે. મંદિરના દર્શનાર્થે આવતા યાત્રાળુઓને મંડાલયના સદાવ્રતમાં વિનામૂલ્યે ‘પ્રસાદી’(ભોજન) આપવામાં આવે છે.
૩. ગોંડલ : આ શહેર ભુવનેશ્વરી દેવીના મંદિરને કારણે પ્રસિદ્ધ છે. અહીંના રાજા ભગવતસિંહજીએ ‘ભગવદ્ગોમંડલ’ની રચના કરી હતી. ગોંડલી નદીના કિનારે વસેલા ગોંડલમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું વિશાળ મંદિર છે. અહીંનો નવલખા દરબારગઢ જોવાલાયક છે.
- જેતપુર ઃ સાડીઓના ઉત્પાદન માટે આ શહેર જાણીતું છે. 5. રણુજા ઃ રામદેવપીરના સ્થાનક તરીકે આ સ્થળ વિખ્યાત છે. 6. ઘેલા સોમનાથ : જસદણ પાસે ઘેલા નદીના કિનારે ભગવાન સોમનાથનું પ્રાચીન મંદિર છે.
- બિલેશ્વર : બિલેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર છે.
(29) વડોદરા જિલ્લો
- વડોદરા જિલ્લાનું મુખ્ય મથક છે. ગાયકવાડ રાજાઓની રાજધાની વડોદરાને સુવિકસિત અને સુશોભિત બનાવવાનું શ્રેય સધાજીરાવ ગાયકવાડને ફાળે જાય છે, અનેક ભવ્ય ઇમારતોને લીધે આ શહેરે “મહેલોનું શહેર” કહેવાય છે. આ શહેરમાં ન્યાયમંદિર, કીર્તિ મંત્રિ, સુરસાગર તળાવ, મહારાજા ફત્તેસ્સિા સંગ્રહાલય, પ્રતાપ વિલાસ પેલેસ, મકરપુરા પૅલેસ, લક્ષ્મી વિલાસ પૅલેસ, નજરબાગ પેલેસ વગેરે સ્થાપત્ય અને કલા માટે દર્શનીય છે. મારી ભાગ, સયાજી બાગ, પ્લેનેટોરિયમ, ઈએમઈ
ન્યાયમંદિર
ટેમ્પલ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વગેરે વડોદરાની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. વડોદરાનું પુસ્તકાલય સમૃદ્ધ ગન્નાય છે. નજીકમાં જ ફર્ટિલાઇઝર નગર થતાં વડોદરાનો વિકાસ ઝડપી બન્યો છે. 2. આજવા ઃ આજવા તળાવમાંથી વડોદરા શહેરને પાણી પૂરું પાડવામાં આવે છે. આજવા ડેમ પાસે બનાવેલો ગાર્ડન સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં નૌકાવિહારની સગવડ છે.
૩. ડભોઇ : અહીંનો ઐતિહાસિક કિલ્લો પ્રસિદ્ધ છે. હીરા નામના સલાટના નામ પરથી ક્લિાનો પૂર્વ દરવાજો “હીરા ભાગોળ” તરીકે ઓળખાય છે. દિક્ષણે નાંદોરી ભાગોળ, પશ્ચિમે વડોદરી ભાગોળ અને ઉત્તરે મહુડી ભાગોળ છે.
- કાયાવરોહણ (કારવણ) : અહીં ભવ્ય અર્વાચીન શિવાલય છે. પુરાણપ્રસિદ્ધ અને શિવના અવતાર ગણાતા ભગવાન લકુલીશનો જન્મ અહીં થયો હોવાનું કહેવાય છે. પાશુપત સંપ્રદાયનું આ મુખ્ય મથક છે. સ્વામી કૃપાાનંદજીને પ્રાચીન અને અર્વાચીન સ્થાપત્ય-કલાનો સુમેળ સાધીને અહીં એક પોગ મંદિરનું નિર્માણ કર્યું છે.
- ચાંદોદ : ‘દક્ષિણના કાશી” તરીકે ઓળખાતું ચાંદોદ-કરનાળી પૌરાણિક મહત્ત્વ ધરાવે છે. નર્મદ્ય નદીના કિનારે આવેલું ચોદ પિતૃઓની શ્રાદ્ધવિધિ માટે જાણીતું છે. ચાંદોદમાં કુબેરેશ્વરનું મંદિર, કરનાળી મહાદેવનું મંદિર, દક્ષિણામૂર્તિ તેમજ ગણપતિ, ગાયત્રી, હાટકેશ્વર, ગરુડેશ્વર વગેરેનાં મંદિરો દર્શનીય છે.
- નારેશ્વરઃ અહીં નર્મશ નદીના કિનારે મહારાજશ્રી
રંગઅવધૂતનો આશ્રમ આવેલો છે. 7. કોયલીઃ અંક્લેશ્વરમાંથી નીકળેલું તેલ શુદ્ધ થવા માટે અહીં રિફાઇનરીમાં આવે છે.
- માલસર : અહીં ડોંગરેજી મહારાજે બીલી અને કામના વૃ નીચે બેસી અનેક ભાગવત કથાઓ કરી હતી. સત્યનારાયાનું મતિ પંચમુખી હનુમાનજી મંદિર, અંગારેશ્વર મહાદેવનું શિવાલય અને સેવાશ્રમ દર્શનીય સ્થળો છે.
(30) વલસાડ જિલ્લો
- વલસાડઃ જિલ્લાનું મુખ્ય મથક છે. ઔરંગા નદીના કિનારે આવેલા વલસાડમાં રેલવે સુરક્ષાદળનું તાલીમકેન્દ્ર છે.
- તીથલ ઃ વલસાડ નજીક આવેલું તીથલ રિયાકિનારાનું હવાખાવાનું સ્થળ છે. અહીં દરિયાકિનારે સાંઈબાબાનું ભવ્ય મંદિર છે.
૩. ઉદવાડા ઃ ઉદવાડાની અગિયારી પારસીઓનું પવિત્ર તીર્થધામ છે. પારસીઓએ ઈરાનથી લાવેલા અગ્નિભતી બોરા)ને આજ સુધી અહીં પ્રજ્વલિત રાખવામાં આવ્યો છે.
- નારગોલ ઃ અહીંનું વિદ્યાધામ પ્રખ્યાત છે. અહીં વિવિધ ટ્રોનાં વિદ્યાલયો આવેલાં છે. અહીં અરવિંદ આશ્રમ પ્રેરિત છાત્રાલય સહિત શાળા પણ છે. નારગોલ અદ્ભુત સૌંદર્યધામ છે.
- ઉમરગામ : દરિયાકિનારાનું આ આહ્લાદક સ્થાન છે અને ફિલ્મ ઉદ્યોગનું કેન્દ્ર છે.
- વાપીઃ ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશિપ આવેલી છે. ૪. અનુલઃ ઉદ્યોગપતિ નૂરભાઈ લાલભાઈએ સ્થાપેલું ‘અતુલ’નું
રંગ, રસાયણ અને દવાઓનું વિશાળ કારખાનું અહીં આવેલું છે. 8. પારનેરા ઃ શિવાજીની આરાધ્યદેવી માતા ભવાનીનું મંદિર છે.
(31) સાબરકાંઠા જિલ્લો
- હિંમતનગર : જિલ્લાનું મુખ્ય મથક છે. હાથમતી નદીના કિનારે આવેલું આ શહેર સુલતાન હમારે વસાવેલું છે. આ રાજમહેલ, કાજીવાવ, જામા મસ્જિદ વગેરે જોવાલાયક છે. અહીં સાબર ડેરી આવેલી છે.
- ઈડર ઃ ચારેય બાજુ ખડકોની હારમાળા અને ડુંગરાઓથી ઘેરાયેલા ઈડર ગામમાં 319 મીટર ઊંચી ટેકરી પર આવેલો વેણી વત્સલા રાજાએ બંધાવેલો ‘ઈડરિયો ગઢ’ જોવાલાયક છે. ગઢમાં મંદિરો અને વાવ છે. રણમલ ચોકી જોવાલાયક છે. આ શહેર લાકડાનાં રમકડાં માટે જાણીતું છે.
૩. વડાલી : અહીંથી ઈ, સ, 1208, 1219 અને 1273ના શિલાલેખો મળી આવ્યા છે.
- ખેડબ્રહ્મા ઃ અહીં આવેલા ચતુર્મુખ બ્રહ્માજીના મંદિરના કારણે આ નગર ‘ખેડબ્રહ્મા’ કહેવાયું. અહીં 17મી સદીમાં બંધાયેલું અંબાજી માતાનું મંદિર છે. પુષ્કરના બ્રહ્મામંદિર સિવાય બ્રહ્માનું મંદિર માત્ર અહીં જ છે.
- પ્રાંતિજ : અહીં ખડાયતા બ્રાહ્મણોના ઇષ્ટદેવ કોટયર્ક પ્રભુની
ચતુર્ભુજ પ્રતિમા છે. બ્રાહ્મણોની સાત કુળોવીઓના દરો પક્ષ છે.
- પોળો જૈનોનાં પ્રાચીન મંદિરો છે. 7. પોશીના : શ્વેતાંબર જૈનોનાં 4 પ્રસિદ્ધ જૈન મંદિર છે.
(32) સુરત જિલ્લો
- સુરત જિલ્લાનું મુખ્ય મથક છે. ભારતનું સૌથી ઝડપી વિકાસ પામતું અને હીરા ઉદ્યોગ’ના પાટનગર તરીકે જાણીતું શહેર, તાપી નદી પર વસેલું સુરત સ્વપ્નશીલો, સહેલાણીઓ, સુધારકો અને સંસ્કૃતિ પ્રેમીઓનું શહેર છે. વીર નર્મદનું નિવાસસ્થાન ‘પ્રતિમા’ અહીં છે. માનવસર્જિત યાર્નનું એશિયામાં સૌથી મોટું માર્કેટ સુરતમાં છે. એશિયામાં સૌપ્રથમ રિવોલ્ડિંગ રેસ્ટોરન્ટ સુરતમાં બની છે. મુગલ સરાઈ, ચિંતામણી પાર્શ્વનાથનું દેરાસર, નેહરુ ભાગ વગેરે અીંના દર્શનીય સ્થળો છે. અહીં પ્રતિવર્ષ નગરપાલિકા “ત્રિકી’ નાટ્યસ્પર્ધા યોજે છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું વડું મથક નહીં છે. આ શહેરમાં સોના, ચાંદી, હીરા, જરી, સુતરાઉ કાપડ તેમજ હસ્તક્લા કારીગરીના ઉદ્યોગો વિકાસ પામ્યાં છે.
2, ડુમસઃ સુરતથી 15 કિમી દૂર દરિયાકિનારે આવેલું આ એક વિહારધામ છે. તાપી નદી અને દરિયાનો સંગમ ડુમસ નજીક થાય છે. 3. હજીરા : સુરતથી 25 કિમી દૂર આવેલું હજીરા એના
જહાજવાડા અને ખાતરસંકુલ માટે મશહૂર છે. 4. બારડોલી : આઝાદીની જંગમાં સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળ ખેડૂતોએ ના-કરની અહિંસક લડતની શરૂઆત અહીંથી કરી હતી. અહીં સરદારના નિવાસસ્થાન ‘સરદાર સ્વરાજ આશ્રમ’માં ગાંધી વિચારધારાને લગતી પ્રવૃત્તિઓ ચાલે છે. અહીં સંખ્યાબંધ તસવીરોનું કાયમી પ્રદર્શન છે. સરદારશ્રીની પૂરા કદની પ્રભાવક પ્રતિમા અહીં છે. સહકારી ધોરણે ચાલતું ખાંડનું કારખાનું અહીં છે. 5. મઢી : અહીં ખાંડ બનાવવાનું કારખાનું આવેલું છે. મઢીની ખમણી વિખ્યાત છે.
- કાકરાપાર : તાપી નદી પર બંધ બાંધવામાં આવ્યો છે.
(33) સુરેન્દ્રનગર જિલ્લો
- સુરેન્દ્રનગર : ભોગાવો નદીના એક કાંઠે જૂનું નગર વઢવાણ (વર્ધમાનપુર) અને સામે કાઢે નવું શહેર સુરેન્દ્રનગર વસેલું છે. જિલ્લાનું આ મુખ્ય મથક છે. સુરેન્દ્રનગરનો ઔદ્યોગિક વિસ્તાર કારખાનાઓથી ધબકતો રહે છે. ઉત્તમ કોટિના કપાસ તથા સૂતરના વેપારનું મથક છે.
- વઢવાણ : મૂળ નામ વર્ધમાનનગર હતું. અહીં મહાવીર સ્વામીના ચરણ પડેલા છે. અહીંનું રાણકદેવીનું મંદિર પ્રસિદ્ધ છે. વઢવાણનો ગઢ સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યો હતો. રાજાનો મહેલ, જૈન દેરાસર, સ્વામિનારાયણ મંદિર, વાધેશ્વરી માતાનું મંદિર વગેરે જોવાલાયક સ્થળો છે.
- ચોટીલા : ચોટીલાના ડુંગર પર ચામુંડા માતાનું મંદિર છે.
- તરણેતર ઃ અહીં દર વર્ષે ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠના દિવસે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર પાસે જગપ્રસિદ્ધ મેળો ભરાય છે. હાલનું મંદિર લખપતના રાજા કરણસિંહે તેમની પુત્રી કરણબાની બાદમાં બંધાવ્યું હતું. અહીં દ્રોપદી સ્વયંવરમાં અર્જુને મત્સ્યવેધ કરેલો એવી લોકવાયકા છે.
- થાનગઢઃ ચિનાઈ માટીના ઉદ્યોગનું ગુજરાતનું આ મોટામાં મોટું મથક છે. ચિનાઈ માટીના વાસણો બનાવવાનું પ્રસિદ્ધ કારખાનું પરશુરામ પોટરી” અહીં છે.
gujaratiStudy.com | Click Here |
